કોઈ પણ રાજ્ય નાગરિકતા કાયદો લાગુ કરવાનો ઈન્કાર ન કરી શકે-MHA સૂત્ર
નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Bill 2019) ને લઈને મચેલો વિવાદ વકરતો જાય છે. પશ્ચિમ બંગાળ (West Bengal), પંજાબ (Punjab), કેરળે (Kerala) નાગરિકતા કાયદાને લાગુ કરવાની ના પાડી દીધી છે. કેરળ, પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ નાગરિકતા કાયદાને પોતાના રાજ્યમાં લાગુ થવા દેશે નહીં. આ બાજુ ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રાજ્ય નાગરિકતા કાયદાને લાગુ કરવાની ના પાડી શકે નહીં. ગૃહ મંત્રાલયના સૂત્રોએ આ જાણકારી આપી. મંત્રાલયનું કહેવું છે કે રાજ્ય, કેન્દ્રીય કાયદાને લાગુ કરવાની ના પાડી શકે નહીં. નાગરિકતા કાયદા વિરુદ્ધ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો છે. પાર્ટીનું કહેવું છે કે નાગરિકતા કાયદો સમાનતાના અધિકારનો ભંગ છે.
Trending Photos
નવી દિલ્હી: નાગરિકતા સંશોધન કાયદા (Citizenship Amendment Bill 2019) ને લઈને મચેલો વિવાદ વકરતો જાય છે. પશ્ચિમ બંગાળ (West Bengal), પંજાબ (Punjab), કેરળે (Kerala) નાગરિકતા કાયદાને લાગુ કરવાની ના પાડી દીધી છે. કેરળ, પંજાબના મુખ્યમંત્રીએ કહ્યું કે તેઓ નાગરિકતા કાયદાને પોતાના રાજ્યમાં લાગુ થવા દેશે નહીં. આ બાજુ ગૃહ મંત્રાલયે કહ્યું છે કે રાજ્ય નાગરિકતા કાયદાને લાગુ કરવાની ના પાડી શકે નહીં. ગૃહ મંત્રાલયના સૂત્રોએ આ જાણકારી આપી. મંત્રાલયનું કહેવું છે કે રાજ્ય, કેન્દ્રીય કાયદાને લાગુ કરવાની ના પાડી શકે નહીં. નાગરિકતા કાયદા વિરુદ્ધ કોંગ્રેસે સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેંક્યો છે. પાર્ટીનું કહેવું છે કે નાગરિકતા કાયદો સમાનતાના અધિકારનો ભંગ છે.
નાગરિકતા બિલ પર પૂર્વોત્તરમાં હિંસા
નાગરિકતાના બિલના વિરોધમાં પૂર્વોત્તરમાં સતત હિંસા ચાલુ છે. આસામમાં AASUના નેતૃત્વમાં પ્રદર્શન અને ભૂખ હડતાળ ચાલુ છે. પ્રદર્શનકારીઓએ નાગરિકતા સંશોધન કાયદો પાછો ખેંચવાની માગણી કરી છે. સીએમ સર્બાનંદ સોનોવાલે કહ્યું કે તોડફોડ કરનારાઓ વિરુદ્ધ કાર્યવાહી થશે. આસામના રાજ્યપાલે પણ લોકોને શાંતિ જાળવી રાખવાની અપીલ કરી છે. આસામના પ્રદર્શનકારીઓની દલીલ છે કે નાગરિકતા સંશોધન કાયદો 'આસામ સંધિ'નો ભંગ છે. 'આસામ સંધિ'ની કલમ 6ના ભંગનો આરોપ છે. કલમ 6માં સંસ્કૃતિ, ભાષાકીય ઓળખની રક્ષા કરવાનું વચન અપાયું હતું.
જુઓ LIVE TV
આસામમાં હિંસા બાદ 10 જિલ્લાઓમાં કરફ્યુ લગાવવામાં આવ્યો છે. ગુવાહાટી અને ડિબ્રુગઢમાં કરફ્યુમાં રાહત છે. કરફ્યુમાં ઢીલ અપાયા બાદ લોકોએ જરૂરિયાતની ચીજો ખરીદી. આસામમાં અત્યાર સુધી 4 લોકોના મોત થયા છે. 22 ડિસેમ્બર સુધી શાળા કોલેજ બંધ છે. આસામના તેજપુર, ધેકિઅજુલી, જોરહાટમાં કરફ્યુ લાગેલો છે. ગુવાહાટી, તિનસુકિયા સહિત 10 જિલ્લાઓમાં કલમ 144 લાગુ છે. આસામના 10 જિલ્લાઓમાં ઈન્ટરનેટ સર્વિસ પર રોક છે. મેઘાલયમાં પણ ઈન્ટરનેટ સર્વિસ પર રોક છે. શિલોંગમાં પણ કેટલાક વિસ્તારોમાં કરફ્યુ લાગેલો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે